બાગાયતની યોજનાઓ માટે I-Khedut Portal પર ઓનલાઇન અરજી કરી હોય તેવા બાગાયતદાર ખેડૂતો જોગ‌.

Machhu news morbi
બાગાયતની યોજનાઓ માટે I-Khedut Portal પર ઓનલાઇન અરજી કરી હોય તેવા બાગાયતદાર ખેડૂતો જોગ.

અરજી બાદ સાધનીક કાગળો જમા ન કરાવ્યા હોય તેમણે જરૂરી કાગળો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીએ રજૂ કરવા.


ચાલુ નાંણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતા દ્વ્રારા ચાલતી યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે I-Khedut Portal પર ઓનલાઇન અરજી કરેલ હોય પરંતુ જેઓએ ઓનલાઇન અરજી સાથે જરૂરી સાધનીક કાગળો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીએ રજૂ કરેલ ન હોય તેવા તમામ બાગાયતદાર ખેડૂતો સહાય યોજનાઓથી વંચિત રહી ન જાય તે હેતુથી ઓનલાઇન અરજીપત્રક સાથે નવા ૭-૧૨,૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપત્ર(અનુ. જાતિ) જેવા સાધનિક કાગળો દિન-૫ માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં.૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦, મોરબીના સરનામે અચુક રજૂ કરવા જણાવવામાં આવે છે જેની સર્વે ખેડૂતોએ નોંધ લેવા મોરબી નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !