સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે સઘન પ્રયાસો કરતું જિલ્લા ચૂંટણી તંત્ર

Machhu news morbi
*લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪*
*સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે સઘન પ્રયાસો કરતું જિલ્લા ચૂંટણી તંત્ર*
*ઠેર ઠેર યોજવામાં આવી રહ્યા છે મતદાન જાગૃતિ કાર્યક્રમ*
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી કે.સી.સંપટના વડપણ હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મતદાર સાક્ષરતા માટે ‘સ્વીપ’ સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત ઠેર ઠેર મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
જિલ્લામાં છેવાડાનો મતદાર પણ મતદાન કરવાથી વંચિત ન રહે તે માટે, ૬૦ – દસાડા વિધાનસભા મત વિસ્તારનાં મતદાતાઓ આ ચૂંટણી પર્વમાં ઉત્સાહભેર સહભાગી થઈ લોકતંત્રને સબળ બનાવે તે હેતુસર દસાડા તાલુકાના ખારાધોડા ગામે મહિલા મતદાન જાગૃતિ અન્વયે શેરી મીટીંગ યોજાઈ હતી. જેમાં મહિલાઓને લોકશાહીમાં મતદાનનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું તથા મતદાનના દિવસે સપરિવાર મતદાન મથકે જઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાર પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
તેમજ ૬૧ - લીંબડી વિધાનસભા મત વિભાગમાં ઓછું મતદાન થતું હોય તેવા સુદામડા, વડીયા, નવા જસાપર અને થોરીયાળી ગામે સાયલા મામલતદારશ્રી દક્ષાબેન બાસુપયાની ઉપસ્થિતિમાં શેરી મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં બહેનોને મતદાનનું મહત્ત્વ સમજાવી સહ પરિવાર અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત લીંબડી મામલતદાર કચેરીમાં આવેલ જનસેવા કેન્દ્ર ખાતે ઉપસ્થિત યુવાનો તથા અરજદારશ્રીઓને લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી થવા અવશ્ય મતદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા તથા પરિજનો સાથે અચૂક મતદાન કરવા માટે મતદાતા શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. 
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !