મુળી તાલુકામાં મહિલા મતદાન વધે તે માટે યોજાઈ રહી છે શેરી મહોલ્લા મીટીંગ

Machhu news morbi
*લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪*

*મુળી તાલુકામાં મહિલા મતદાન વધે તે માટે યોજાઈ રહી છે શેરી મહોલ્લા મીટીંગ*
*‘હું અવશ્ય મતદાન કરીશ અને કરાવીશ’ બહેનો હોંશભેર લઈ રહ્યા છે મતદાન શપથ*
લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ અન્વયે ૦૯ – સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી કે.સી.સંપટનાં નેતૃત્વ હેઠળ મતદાનની નૈતિક ફરજ નિભાવવા જનજાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ૬૩-ચોટીલા વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ મુળી તાલુકામાં મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી કલ્પેશ કુમાર શર્માના માર્ગદર્શન મુજબ ૫૦% કરતા ઓછું મતદાન હોય તેમજ પુરુષ અને સ્ત્રી મતદારના મતદાનમાં ૧૦% કરતા વધુ તફાવત રહેલો હોય તેવા તમામ મતદાન મથકોએ "ચુનાવ પાઠશાળા કાર્યક્રમ" અન્વયે શેરી મહોલ્લા મીટીંગ યોજવામાં આવી રહી છે.

આંગણવાડી બહેનોની મદદથી યોજવામાં આવતી આ મીટીંગમાં લોકશાહીને સશકત કરવા માટે મતાધિકારનો સમજપૂર્વક ઉપયોગ કરવાની સાથે ચૂંટણી પ્રક્રિયા, મતદાન મથક, ચૂંટણીલક્ષી સેવાઓ આપતી એપ્લિકેશન્સ સહિતની બાબતો વિશે મહિલાઓને સમજૂતી અપાઈ રહી છે. તેમજ મતદાનના દિવસે મતદાનને પ્રાથમિકતા આપી પરિવાર સાથે અવશ્ય મતદાન કરવા બુથ લેવલ ઓફિસરો દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. મતદાનમાં મહિલાઓની ભાગીદારી વધારવા મહિલા મતદારોને મત આપવા માટે પ્રેરિત કરવા બી.એલ.ઓ. (બુથ લેવલ ઓફિસર) દ્વારા મહિલાઓને આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ તકે મહિલા મતદાતાઓ પણ હોંશભેર ‘હું અવશ્ય મતદાન કરીશ અને કરાવીશ’ના શપથ લઈ રહ્યા છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !