*રામનવમી નિમિત્તે રાજા મેલડી ગ્રુપ દ્વારા મહાબલી હનુમાન સાથે અદકેરું આયોજન : ભગવા માં લીન કર્યા*
*રામનવમી નિમિત્તે રાજા મેલડી ગ્રુપ જામનગર દ્વારા દિગ્વિજય પ્લોટ ૫૮ ખાતેથી વિશેષ ભગવામય માહોલ સાથે મહાબલી હનુમાન સાથે રામસવારી શોભાયાત્રા કાઢવામાં આવી જે શોભાયાત્રા ને જામનગર 78 અને 79 વિધાનસભાના ધારસભ્ય રિવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી તથા વોર્ડ ના કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન મનીષભાઈ કટારીયા દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવી. સમગ્ર વિસ્તાર મહોલ્લો કેસરિયા રંગે ભગવાન શ્રીરામ ના નામ લીન થયો હતો. આ રામ સવારી ૫૮ દિગ્વિજય પ્લોટ માંથી પસાર થઈ મુખ્ય શોભાયાત્રા માં જોડાઈ હતી*
આયોજકો દ્વારા ઇન્દોર થી ખાસ મહાબલી હનુમાન જી ને તેડાવ્યા હતા જે હનુમાનજી એ સમગ્ર રામસવારી અનેક રંગ ભરી દીધા હતા નગરભ્રમણ કરતી રામસવારી જ્યારે ચાંદી બહાર નાં ચોક માં પહોચી હતી આ તકે ભાજપ સંગઠન સહિત લોકસભા ૧૨ દ્વારકા જામનગર ના સાંસદ ઉમેદવાર શ્રીમતી પુનમ માડમ સહિત સર્વે સંગઠનને મહાબલી ના કરતબે મોહીત કર્યા હતા અને તેમને મંચ પરથી વધાવ્યા હતા જે ક્ષણે મહાબલી એ પુનમબેન ને જંગી બહુમતી સાથે વિજયના સુભાશિષ પાઠવયા હતા.
કાર્યક્રમ ને લઈ આયોજકો દ્વારા રાજા મેલડી ગ્રુપ ના સર્વે સ્વયંસેવકો, ડી.જે નાં તાલે જુમાવાનાર DJ મોગલ, હિન્દુ ઉત્સવ સમિતિ, પોલીસ અને પ્રશાસન સહિત સર્વેનો સાથ સહકાર બદલ હૃદયપુર્વક શુભકામનાઓ પાઠવે છે.
*રિપોર્ટર લખનભાઈ રાણંગા જામનગર*