સાણંદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ના ભવ્ય રોડ સો ના બંદોબસ્ત મા હોમગાર્ડ જવાન ને હૃદય હુમલો.
સાણંદ શહેરમાં VVIP બંદોબસ્ત માં ગઢીયાચાર રસ્તે પોઈંટ ઉપર હાજરી આપતા ને નોકરી દરમ્યાન હદય હુમલો આવતા મોત નિપજ્યું હતું.
સાણંદ યુનિટ હોમગાર્ડમા ૬ વર્ષ થી હોમગાર્ડ માં ફરજ બજાવતા સાણંદ તાલુકાના વસોદરા ગામ ના વતની અને સાણંદ હોમગાર્ડ યુનિટ સંનત નંબર 2183 હોદ્દો AHG પ્રવિણભાઈ હરગોવિંદભાઈ કોળીપટેલ હ્દય હુમલો આવતા તેમનુ મોત નિપજ્યું હતું.
તાત્કાલિક બાવળા રોડ પર આવેલ નવજીવન ડોક્ટર હાઉસ ખાતે ખસેડેલ આવ્યા હતા. હોસ્પિટલ મા હાજર ડોક્ટરે વધુ તપાસ કરતા મૃત જાહેર કર્યું હતું જ્યારે મુક્તને પી. એમ અર્થ સાણંદ સામુહિક આરોગ્ય કેન્દ્રમા ખસેડવામાં આવ્યા હતા
તાત્કાલિક ઉચ્ચઅધિકારીઓ હોસ્પિટલમાં ખાતે દોડી આવ્યા હતા. જ્યારે સાણંદ AML કનુભાઈ પટેલ,Dysp નીલમ ગૌસ્વામી,સાણંદ પોલીસ ઇન્સ્પેક્ટર આર. એ. જાદવ, તાલુકા સદસ્ય ગડાલાલ તમામ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા સાણંદ હોમગાર્ડ અધિકારી પી.પી. ચુનારા ને તમામ હોમગાર્ડ જવાનો હોસ્પિટલ પહુંચ્યા હતા.
રીપોટર સરફરાજખાન પઠાણ સાથે બ્યુરો ચીફ અફજલખાન પઠાણ અમદાવાદ