પોલીસ ઓબ્ઝર્વર શ્રી ચંદનકુમાર ઝાએ એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતેનાં મતગણતરી કેન્દ્રની મુલાકાત કરી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી.

Machhu news morbi
*લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪*
***************
*પોલીસ ઓબ્ઝર્વર શ્રી ચંદનકુમાર ઝાએ એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતેનાં મતગણતરી કેન્દ્રની મુલાકાત કરી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી*
******************
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત સમગ્ર રાજ્યમાં આગામી તા.૦૪/૦૬/૨૦૨૪ના રોજ મતગણતરી યોજાશે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર અને શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી યોજાય તે માટે આજરોજ ૦૯-સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારના પોલીસ ઓબ્ઝર્વરશ્રી ચંદનકુમાર ઝાએ એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મતગણતરી કેન્દ્રની મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાતમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.ગિરીશ પંડ્યા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અર્જુન ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ મુલાકાતમાં જિલ્લા પોલીસ ઓબ્ઝર્વરશ્રીએ મતગણતરી કેન્દ્ર ખાતે કરવાની થતી તમામ વ્યવસ્થાઓના આયોજન અંગે વિગતવાર માહિતી મેળવી હતી. વધુમાં તેમણે કંટ્રોલરૂમ, કાઉન્ટિંગ રૂમ, એડિશનલ રૂમ, CCTV કેમેરા સહિતની તમામ વ્યવસ્થાઓ ચૂંટણી પંચના નિર્દેશ મુજબ ગોઠવવા અંગે સૂચના માર્ગદર્શન આપ્યા હતા. વાહન પાર્કિંગ, સુરક્ષા, EVM ગણતરી, પોસ્ટલ બેલેટ ગણતરી, મતગણતરી સમયે સ્ટાફ સહિતની વ્યવસ્થાઓ અંગેની નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અર્જુન ચાવડા પાસેથી તેમણે સૂક્ષ્મ વિગતો મેળવી હતી.

આ મુલાકાતમાં વઢવાણ પ્રાંત અધિકારીશ્રી નિકુંજ ધુળા, કાર્યપાલક ઇજનેરશ્રી એન.એન.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
******
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !