સાણંદ શહેરમા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહના ગાંધીનગર ના લોકસભા મત વિસ્તારના સાણંદ મા રોડ-શો યોજાયો હતો.
ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિતભાઈ શાહ આજે ચૂંટણી પ્રચાર માટે સાણંદમાં રોડ શો કરવામાં આવ્યો ત્યારે સાણંદમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ હતી જે રૂપાલા વિવાદ શમ્યો નથી ત્યારે સાણંદમાં ક્ષત્રિય સમાજ નોંધપાત્ર સંખ્યામાં હોવાથી કોઇપણ અનિચ્છનીય ઘટનાને અવકાશ ન રહે તે માટે ૧૦૦૦ થી વધારે પોલીસ સ્ટાફ ખડે પગે હતી .
અમિતશાહના સ્વાગતમાં ધારાસભ્ય કનુભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરીની આગેવાનીમાં તમામ તૈયારીઓ પૂરી કરી સ્વાગત કર્યું અને અમિતશાહ. એ.પી.એમ.સી. થી રોડ શો શરૂ કર્યો.
સાણંદ શહેરમાં આજે સવારે એ.પી.એમ.સી.માર્કટ ખાતે તમામ ભાજપના ધારાસભ્ય અને કાર્યકરો ઉપસ્થિત હાજર રહ્યા હતાં અને રોડ શો રેલીનું મોટી સંખ્યામાં આયોજન કરવામાં આવ્યું
આ રોડ શો રેલી એ.પી.એમ.સી માર્કેટ થી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જોકે આ રોડ શો રેલી સાણંદ શહેરમાં ફરીને ગઢીયા ચાર રસ્તા પાસે સમાપન કરવામાં આવ્યું હતું.
રીપોટર સરફરાજખાન સાથે બ્યુરો ચીફ અફજલખાન પઠાણ અમદાવાદ