રાજકોટમા બાઈક ચોરી, મોરબીમાં કેબલ ચોરી કરનાર ઇસમ ચોરીના મુદામાલ સાથે ઝડપાયો
રાજકોટ શહેરમાંથી ચારેક માસ પૂર્વે બાઈક ચોરી કરનાર તેમજ મોરબી વિસ્તારમાંથી કેબલ ચોરી કરનાર ઈસમને ચોરાઉ મોટરસાયક્લ અને કોપર વાયર સહીત કુલ રૂ ૪૬,૯૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે
મોરબી જીલ્લામાં મિલકત સંબંધી ગુના અટકાવવા અને અનડિટેકટ ગુના શોધી કાઢવા એલસીબી પીઆઈની સુચના અનુસાર એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી-જેતપર રોડ રંગપર ગામ પાસેથી એક ઇસમ બાઈકની ટાંકી પર બાચકુ લઈને પસાર થતા શંકાસ્પદ જણાઈ આવતા તેને રોકી બાચકા માં તપાસ કરતા કોપર વાયર મળી આવ્યો હતો જેનું બીલ કે આધાર પુરાવા ના હોય જેથી બાઈક જીજે ૦૩ એલજે ૬૪૫૦ ના આધાર પુરાવા માંગતા નહિ હોવાનું જણાવ્યું હતું જેથી ઈ ગુજ્કોપમાં સર્ચ કરત બાઈક રાજકોટ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરી થયાનું ખુલ્યું હતું.
તેમજ કોપર વાયરનો જથ્થો પાવડીયારી કેનાલ પાસે લેમન સિરામિક કારખાનામાંથી ઇલેક્ટ્રિક કેબલ વાયરની ચોરી કરી હોવાનું ખુલ્યું હતું જેથી બાઈક કિંત રૂ ૩૦ હજાર અને કોપર વાયર આશરે ૨૬ કિલો કીમત રૂ ૧૬,૯૦૦ સહીત કુલ રૂ ૪૬,૯૦૦ નો મુદામાલ કબજે લઈને આરોપી નવઘણ મફાભાઈ મંદુરીયા (ઉ.વ.૨૪) રહે ભગુપુર તા. ચુડા સુરેન્દ્રનગર વાળાને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ મથકને સોપવામાં આવ્યો છે.
જે કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એમ પી પંડ્યા, પીએસઆઈ કે એચ ભોચીયા, એસ આઈ પટેલ, એલસીબી ટીમના ઈશ્વરભાઈ કલોતરા, ચંદુભાઈ કણોતરા ભરતભાઈ જીલરીયા તેમજ એલસીબી સ્ટાફ જોડાયેલ હતો.