ઉદ્યાનમાં ઔષધીય વનસ્પતિઓની ઓળખ માટે પરિભ્રમણ દરમ્યાન બાળકો સહિત સૌનો ઉમંગ ઊર્જાથી ભરપૂર હતો,

Machhu news morbi
*પ્રકૃતિ_પ્રશિક્ષણ, પરિવાર_સંગ.*

ગતરોજ રૂપવેલ ઔષધીય ઉદ્યાન ખાતે એક તદ્દન નવીન આયોજન ગોઠવાયું. જેમાં ૯ પરિવારો ( ચીખલી, ખેરગામ, બીલીમોરા સહિત સુરતથી ) એમના ૧ વર્ષનાં બાળકથી લઇને ૬૫ વર્ષના દાદી સાથે જોડાયા હતા.
*પ્રશિક્ષણ કાર્યશાળાનાં વિષયો હતાં.*
*(૧)* ઉનાળે પીવા યોગ્ય પ્રાકૃતિક પીણાંઓ.🌺🥤🍹🌹
*(૨)* રસોડામાં માટીના વાસણો, ઘડાની અમૂલ્ય ઉપયોગીતા.⚱️🍲
*(૩)* ઔષધીય વનસ્પતિ પરિચય અને એમની પરંપરાગત ઉપયોગીતા.🌱🌿🌳🍀
અને હા, હંમેશની જેમ બીલા, ગરમાળા, શેતુર થી લઈને કરિયાતાનાં પાનની મીઠાશ 😜 સૌને સરખા ભાગે આવી.
સાથે જ કેસુડા, ગરમાળા, જાસૂદ, બીલા, દેશી ગુલાબના પીણાની લિજ્જત તો ખરી જ.🧋👌
ઉદ્યાનમાં ઔષધીય વનસ્પતિઓની ઓળખ માટે પરિભ્રમણ દરમ્યાન બાળકો સહિત સૌનો ઉમંગ ઊર્જાથી ભરપૂર હતો, જે આપ ફોટા મહી અનુભવી પણ શક્શો.

અંતે ખીચડી - કઢીનું વન ભોજન અને એય પતરાળામાં, આહાહા..👍👌

જય વૃક્ષ નારાયણ દેવ.🌳
જય ધન્વંતરિ.🙏

_વૈદ્ય.પ્રકાશ જી.ચૌહાણ.🙏
નિયંત્રણ અધિકારી - રૂપવેલ ઉદ્યાન.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !