મોરબીમાં બોગસ ચલણી નોટ કેસમાં આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ.

Machhu news morbi

મોરબીમાં બોગસ ચલણી નોટ કેસમાં આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ.

મોરબી: સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં બોગસ ચલણી નોટ અંગે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે શંકાનો લાભ આપી આરોપીને છોડી મુકવા હુકમ કર્યો છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ગત તા. (૦૩-૦૪-૨૦૧૯) ન રોજ ફરિયાદ જાહેર થઇ હતી જેમાં આરોપીને મોરબીની સેન્ટમેરી સ્કૂલ પાસેથી રેલ્વે ફાટલ આગળથી પોતાનું બાઈક લઈને ભારતીય બનાવટની જાલી નોટો જેમાં રૂ ૨૦૦૦ ના દરની નોટ નંગ ૪૦ અને રૂ ૧૦૦ ના દરની નોટ નંગ ૧૦૦ મળી કુલ ૧૪૦ નોટ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જે બ્નાવ્માંમ્લે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો અને તારીખ ૦૪-૦૪-૧૯ ના રોજ કોર્ટમાં રજુ કરી જ્યુડીશીયલ કસ્ટડીમાં જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
જે કેસ પ્રિન્સિપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ પી સી જોષી સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો છે. જે કેસમાં આરોપી મનીષભાઈ મંગલભાઈ દેવળિયા તરફે એડવોકેટ મનીષ પી ઓઝા (ગોપાલભાઈ ઓઝા) મેનાઝ એ પરમાર રોકાયેલ હતા. બચાવ પક્ષના એડવોકેટની દલીલોને માન્ય રાખી કોર્ટે શંકાનો લાભ આપી આરોપીને છોડી મુકવાનો હુકમ કર્યો છે
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !