હળવદમાં વિધિના બહાને છેતરપીંડી કરનાર બે ઝડપાયા, બાઈક રોકડ રીકવર કરાઈ.
બાઈક અને રોકડ ૩૯,૨૦૦ સહીતનો મુદામાલ જપ્ત કરાયો.
હળવદ શહેરમાં રહેતા વૃદ્ધને વિધિ કરવાના બહાને રોકડ રકમ પડાવી બે ઈસમો બાઈકમાં બેસી નાસી ગયા હોય જે બનાવ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ એલસીબી ટીમ ચલાવી રહી હોય બંને ગઠીયાને ઝડપી લઈને ગુનામાં વપરાયેલ બાઈક અને રોકડ રકમ રૂ ૩૯,૨૦૦ સહીત કુલ ૮૯,૨૦૦ નો મુદામાંલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદની આલાપ સોસાયટીમાં વૃદ્ધને પોતે ભુવા હોવાનું કહીને વિશ્વાસમાં લઈને વિધિ કરવાના બહાને રૂ.૩૯,૨૦૦ ની રોકડ રકમની છેતરપીંડી આચરી હોવાનું ફરિયાદ નોંધાઈ હતી જે બંને ઈસમો બાઈક જીજે ૦૩ એનએ ૯૪૯૮ લઈને ભાગી ગયા હોય અને આરોપીઓ મોરબી ત્રાજપર ચોકડી પાસે આવતા હોવાની બાતમી મળતા એલસીબી ટીમે વોચ ગોઠવી હતી અને બાઈકમાં સવાર દીપકનાથ નારાયણનાથ ધાંધુ/ધાંધલ (ઉ.વ.૩૨) અને રોહિતનાથ ભગવાનનાથ ધાંધુ (ઉ.વ.૨૮) રહે બંને શિવનગર સોસાયટી, વીંછીયા રોડ, જસદણ વાળાને ઝડપી લીધા હતા
જે આરોપીઓ પાસેથી ચીટીંગમાં ગયેલ રૂ ૩૯,૨૦૦ ની રોકડ અને ગુનામાં વપરાયેલ બાઈક કીમત રૂ ૫૦ હજાર સહીત કુલ રૂ ૮૯,૨૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે
જે કામગીરીમાં એલસીબી પીઆઈ ડી એમ ઢોલ, પીએસઆઈ કે એચ ભોચીયા, એસ આઈ પટેલ, એલસીબી ટીમના ઈશ્વરભાઈ, ભરતભાઈ, નીરજભાઈ મકવાણા, દશરથસિંહ પરમાર સહિતની ટીમ જોડાયેલ હતી