હું, *સરકારી ઔષધીય વનસ્પતિ ઉદ્યાન - રૂપવેલ.* તા.વાંસદા, જિ.નવસારી.

Machhu news morbi
સૌ ને નમસ્કાર.🙏
પ્રકૃતિ દેવો ભવઃ

હું, *સરકારી ઔષધીય વનસ્પતિ ઉદ્યાન - રૂપવેલ.* તા.વાંસદા, જિ.નવસારી.
આમ તો મારા નામકરણ ને ૩૫ વર્ષ જેટલો સમય થયો અને જન્મ થયાને તો એના કરતા'ય બીજા બે વર્ષ વધુ.
મારા વિશાળ પટાંગણમાં બે માસથી લઈને ૫૦ વર્ષથી અડીખમ ઊભેલા વૃક્ષ રૂપી સંતો અને એકાદ શતક કરતાંય વધુ આયુષ્ય ધરાવતી અવનવી *ઔષધીય વનસ્પતિ ઓની સમૃદ્ધિ* 🌴🌳 તો ખરી જ, સાથે *ઔષધીય વનસ્પતિનાં રોપા બનાવવાની નર્સરી* 🌿☘️🌱પણ ખરી.

અવાર નવાર અલગ અલગ *શાળા - કોલેજના બાળકો જ્યારે વન ભોજન* માટે આવે એ દીવસે તો મારે જાણે પાનખરમાં'ય વસંત નો ઉમંગ હોય છે.

ચોમાસે, શિયાળે અને ઉનાળે એમ ત્રણેય ઋતુમાં બદલાતું મારું સૌંદર્ય એક્વાર જોયા પછી તમે પ્રકૃતિનાં પ્રેમમાં ન પડો તો જ નવાઈ કહેવાય.😀

મારે ત્યાં નર્સરીમાં ઉછેરાતા *રોપાઓનું વિતરણ દર વર્ષે ૫ જૂન, વિશ્વ પર્યાવરણ દિવસથી* કરવામાં આવે છે. તમારે ત્યાં જો એકાદ વેલ, છોડ કે વૃક્ષ ઉછેરવા માટે જગ્યા હોય તો આ વર્ષે એકાદ રોપો તમે પણ લઈ જજો.🌱🌱

તો દક્ષિણ ગુજરાતનાં આંગણે આવેલ ઔષધીય સંપદાથી ભરપૂર તમારા આ જીવંત મિત્રની મુલાકાત ક્યારે લઈ રહ્યા છો.😊

અને હા, આમ તો હું તમારા સ્વાસ્થ્ય માટે નિરંતર પ્રયત્ન શીલ છું, પણ આકસ્મિક કારણ સિવાય મુલાકાત માટે *જાહેર રજા અને રવિવાર સિવાય સવારે ૮ થી ૧૨, અને બપોરે ૨ થી ૬* માં મળી શકીશ.

_આપનો જીવંત મિત્ર.😊
સરકારી ઔષધીય વનસ્પતિ ઉદ્યાન - રૂપવેલ.🙏
@Fb : Medicinal Plant Garden Rupvel 

_વૈદ્ય.પ્રકાશ ચૌહાણ.🙏
નિયંત્રણ અધિકારી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !