જામનગરની સંસ્થા રોટરેક્ટ ક્લબનું સેવા કાર્ય: દ્વારકાના પદયાત્રીઓને ૭૦૦ સેફટી જેકેટનું વિતરણ કરાયું.

Machhu news morbi
જામનગરની સંસ્થા રોટરેક્ટ ક્લબનું સેવા કાર્ય: દ્વારકાના પદયાત્રીઓને ૭૦૦ સેફટી જેકેટનું વિતરણ કરાયું
જામનગર તા ૧૮, જામનગર થી દેવભૂમિ દ્વારકા તરફ જઈ રહેલા પદયાત્રીઓઓ માટે શહેર- જિલ્લાની જુદી જુદી સંસ્થાઓ દ્વારા અલગ અલગ સેવા પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે, આ સેવા પ્રકલ્પમાં જામનગરની સંસ્થા રોટરેક્ટ કલબ પણ જોડાઇ છે, અને પદયાત્રીઓની વહારે આવ્યા છે.
 જામનગર ના ખંભાળીયા બાયપાસ રોડ થઈને દ્વારકા તરફ જગત મંદિરે ફુલડોલ ઉત્સવમાં જઈ રહેલા પદયાત્રીઓ માટે રોટરેક્ટ ક્લબના નયનભાઈ ચંદરિયા, શિવમ સોમૈયા તથા અન્ય સભ્યોના સહકારથી અંદાજે ૭૦૦ જેટલા રેડિયમ પટ્ટી સાથેના સેફટી જેકેટનું પદયાત્રીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
 જે રેડિયમ રીફલેક્ટર યુક્ત જેકેટ પહેરવાથી પદયાત્રીઓને વાહન ચાલકોથી બચવામાં સુરક્ષા મળે છે. જે તમામ પદયાત્રીઓને સેફટી જેકેટ પહેરાવી તેઓની સુરક્ષિત પદયાત્રા માટેની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !