પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ જાહેરમાં માફીની માંગ કરી.

Machhu news morbi

પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ જાહેરમાં માફીની માંગ કરી.

મનોજ પનારાએ મોરબી ખાતે ફરિયાદ નોંધાવી પાટીદાર સમાજની દીકરીને બદનામ કરતા હોવાનો આક્ષેપ.

સુરત ખાતેના કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓ વિશે કરેલ ટીપ્પણી અંગે પાટીદાર સમાજમાં આક્રોશ ભભૂક્યો છે અને આજે પાટીદાર સમાજના આગેવાનો એ ડીવીઝન પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર, પાટીદાર આગેવાન અને પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મનોજભાઈ પનારા આજે સમાજ આગેવાનો સાથે એ ડીવીઝન પોલીસ મથકે પહોંચ્યા હતા અને કાજલ હિન્દુસ્તાનીએ કરેલા નિવેદન બદલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી સુરતના કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર દીકરીઓ વિશે કરેલી ટીપ્પણી અંગે ફરિયાદ નોંધાવી હતી અને ઝીરોથી ફરિયાદ સુરત ટ્રાન્સફર કરવામાં આવશે જે ફરિયાદ બાદ મનોજ પનારાએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે કાજલ હિન્દુસ્તાનીએ સુરતના કાર્યક્રમમાં મોરબીની પાટીદાર સમાજની ૭ દીકરીઓ માટે વાત કરી હતી જે ઘટના બની નથી મોરબી સાથે કશી લેવાદેવા નથી તેવી વાત કરીને સમાજની દીકરીઓને બદનામ કરી પોતાની વાહવાહી મેળવી હતી.
મોરબી પાટીદાર સમાજની દીકરીને બદનામ કરવાનું ષડ્યંત્ર ઉભું કર્યું છે જે અંગે તેઓએ ઊંડી તપાસ કરી છે અને આવી કોઈ ઘટના બની હોવાનું ધ્યાને આવ્યું નથી છતાં પાટીદાર દીકરીને બદનામ કરવા આવી વાતો કરે છે સોશ્યલ મીડિયામાં તેમના નિવેદનનો વિડીયો છે જે ષડ્યંત્ર વિરુદ્ધ ફરિયાદ કરવા એ ડીવીઝન આવ્યા હતા અને FIR કરી છે જે ઝીરો થી સુરતના સંબંધિત પોલીસ મથકમાં ટ્રાન્સફર કરાશે.

જાહેરમાં માફી માંગે તેવી માંગ, હાઈકોર્ટમાં રીટ દાખલ કરશે.

વધુમાં મનોજ પનારાએ જણાવ્યું હતું કે કાજલબેન સુધરી જાઓ પાટીદાર સમાજની માફી માંગો અન્યથા પાટીદાર જ્યાં વસે છે તે સ્થળોએ ફરિયાદ કરવામાં આવશે કોઈપણ સમાજ વિરુદ્ધ બોલવું ના જોઈએ જાહેરમાં માફી માંગવાની માંગ કરી હતી આવનાર દિવસોમાં હાઈકોર્ટમાં અરજી કરવામાં આવશે હાઈકોર્ટમાં તેમના પર બેન લગાવવા અને તેઓ કોઈ સ્ટેજ પ્રોગ્રામ માં બોલાવવા નહિ અને સ્ટેજ પરથી કઈ બોલે તો ફરિયાદ થાય તેવી રીટ દાખલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું


Our website uses cookies to enhance your experience. Learn More
Accept !