વાંકાનેર માં રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તંમભાઈ રૂપાલા સાહેબ નૉ પ્રવાસ કાર્યક્રમ દરમિયાન સરપંચ સહિત કોંગ્રેસના 150 થી વધુ કાર્યકર્તા એ ભાજપનૉ ખેસ પહેરીને ભાજપમાં જોડાયા.

Machhu news morbi
વાંકાનેર માં રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તંમભાઈ રૂપાલા સાહેબ નૉ પ્રવાસ કાર્યક્રમ દરમિયાન સરપંચ સહિત કોંગ્રેસના 150 થી વધુ કાર્યકર્તા એ ભાજપનૉ ખેસ પહેરીને ભાજપમાં જોડાયા.
વાંકાનેર: લોકસભા 2024 ચૂંટણી અંતર્ગત ભાજપના ઉમેદવારો જાહેર થતા ની સાથે જ પોતપોતાના મત વિસ્તારમાં જન સંપર્ક શરૂ કરી દીધો છે.
ત્યારે રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરસોતંમભાઈ રૂપાલા સાહેબ ને વાંકાનેર ખાતે રાજ્યસભા સાંસદ શ્રી કેસરી દેવસિંહજી ઝાલાની મોટી વાડી માં વિશાળ જનમેદની સાથે ભાજપના કાર્યકરો હોદ્દેદારો નો રાજકોટ સીટના સાંસદ ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ ના સાહિ ઠાઠ માઠ થી ભાવભર્યું સ્વાગત કરી આવકાર્યા છે.
 જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે રાજકોટ સીટ ના વાંકાનેર પંથક મતવિસ્તારના મહિકા ઢુવા રાતીદેવડી રાજાવડલા લુણસર પંચાસીયા સહિત ના વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોના સરપંચો અગ્રણીઓ આગેવાનો સાથે લુણસર ગામ પંચાયત અને ગારીયા ગામ પંચાયત સરપંચ સહિત ના વિશાળ જનમેદની સાથે ભાજપમાં જોડાયા હતા જેથી રાજકોટ સીટના સાંસદ પરસોત્તંમભાઈ રૂપાલા સાહેબે એ કેસરી ખેસ પહેરાવી આવકાર આપ્યો હતો.તેમજ આ કાર્યક્રમમાં તમામ સમાજના આગેવાનો દ્વારા પરસોત્તમભાઈ રૂપાલાસાહેબ ને ફૂલનો હાર પાઘડી પહેરાવી ને સન્માન કરવામાં આવ્યું હતું.
 આ તકે લઘુમતી સમાજના આગેવાન ગુલ મહંમદભાઈ બ્લોચ સાથે મુસ્લિમ સમાજના અગ્રણીઓએ સાથે બવ મોટી સંખ્યામાં લઘુમતી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !