ભારત આજે વિશ્વનું સૌથી સમૃદ્ધ યુવાધન ધરાવતો દેશ છે. પરંતુ દેશના મોટા ભાગના રાજ્યોમાં ડ્રગ્સ નું દૂષણ યુવાપેઢીનો નાશ કરી રહી છે, હાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સ નાં દુષણનો પગપેસારો થઈ રહ્યો છે માટે આ યુવાપેઢી ને ડ્રગ્સ નાં પ્રભાવથી દૂર રાખવા માટે ઇન્વિન્સીબલ એન.જી.ઓ. દ્વારા આયોજિત NO DRUGS CAMPAIGN અંતર્ગત 25 યુવાઓની ટીમ 17 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી દરમ્યાન 1100 કિલોમીટર સાયકલ અને બાઈક રાઈડ કરી રહી છે. આ ડ્રગ્સ જાગૃતતા અભિયાન માટે ઇન્વિન્સીબલ એન.જી.ઓ. ટીમ ગુજરાતના 12 મુખ્ય શહેરોમાં 80 થી વધુ શાળાઓ અને કોલેજો માં 75,0000 થી વધુ યુવાનોને ડ્રગસની નકારાત્મક અસરો વિશે માહિતગાર કરશે.
ઇન્વિન્સિબલ એનજીઓ ટીમ 17 જાન્યુઆરી નાં રોજ સુરેન્દ્રનગર માં પહોચી શહેરની વિવિધ શાળાઓ કે જેમાં ન્યાલકરણ વિદ્યાલય ,એસ.એન વિદ્યાલય ,એમ.પી શાહ કોમર્સે કૉલેજ,સરદાર પટેલ સ્કૂલ, સી.યું શાહ અંગ્રેજી માધ્યમ શાળા, સી.યુ.શાહ યુનિવર્સિટી, સી.યુ.શાહ મેડિકલ કોલજ માં 1000 થી વધુ વિદ્યાર્થીઓ ને ડ્રગ્સથી થતાં નુકશાન અને અસરથી માહિતગાર કરી અને ડ્રગ્સ નાં પ્રભાવથી દૂર રેહવા માટેની પ્રતિજ્ઞા લેવડાવી.
આ દરમ્યાન સી યુ શાહ મેડિકલ કૉલેજ માં ભાવિ ડોક્ટરો સાથે વાર્તાલાપ કરી ઇન્વિન્સીબલ એન.જી.ઓ ના સ્થાપક ઋષિરાજ મોરી તથા સુરેન્દ્રનગર ના યુવા કોર્પોરેટરશ્રી હિતેશ્વરસિંહ મોરી દ્વારા યુવાઓ ને ડ્રગ મુક્ત ભારત બનાવવા માટે હાંકલ કરી હતી.