સરા રોડ પર ડમ્પર પાછળ કાર ઘુસી ગઈ, ઘટનાસ્થળે ત્રણ વ્યક્તિના કમ કમાટી ભર્યા મોત.

Unknown
સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી સરા રોડ પર ડમ્પર અને કાર વચ્ચે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો જેમાં ડમ્પર પાછળ કાર ઘુસી જતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે
સરા રોડ પર સડલા ગામ પાસે કોલસો ભરેલું ડમ્પર જતું હતું જેની પાછળ કાર ઘુસી ગઈ હતી જે અકસ્માતમાં કારમાં સવાર કરમશીભાઈ ખોડાભાઈ ડાભી (ઉ.વ.૫૫), પાંચુબેન કરમશીભાઈ ડાભી (ઉ.વ.૫૧) અને મહેશભાઈ કરમશીભાઈ ડાભી (ઉ.વ.૩૦) ના ઘટનાસ્થળે જ મોત થયા હતા તો કારમાં સવાર રોહિતભાઈ રમેશભાઈ ઘુમાડીયા (ઉ.વ.૨૧) વાળાને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં હતા.
તો અકસ્માતમાં એક પાંચ વર્ષના બાળકનો આબાદ બચાવ થવા પામ્યો હતો જે મૃતક પરિવાર વાંકાનેર તાલુકાના લાકડધાર ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે બનાવને પગલે વાંકાનેર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મૃત્યુ પામનાર
કરમશીભાઇ ખોડાભાઇ ડાભી (ઉ વ.૫૫)
પાંચુબેન કરમશીભાઇ ડાભી (ઉ.વ .૫૧)
મહેશભાઇ કરમશીભાઇ ડાભી (ઉ.વ.૩૦) જાતે તમામ કોળી રે.લાકડધાર તા.વાંકાનેર.
ઇજાપામનાર- રોહિતભાઇ રમેશભાઇ દુમાદીયા (ઉ.વ.૨૧ )ને રાજકોટ રીફર કરેલ છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !