કચ્છ અને મોરબીમાં ભૂકંપનો આચકો અનુભવાયો

Machhu news morbi
   કચ્છ અને મોરબીમાં ભૂકંપનો આચકો અનુભવાયો

રવિવારે સાંજે ફરીથી ધરા ધ્રુજી હતી આજે મોરબી અને કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો મોરબીમાં ૪ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો
મોરબી શહેર અને જીલ્લામાં આજે સાંજે પોણા પાંચથી પાંચ વાગ્યાના અરસામાં ભૂકંપનો આચકો અનુભવાયો હતો જેને પગલે મોરબીવાસીઓમાં ભય જોવા મળ્યો હતો તાજેતરમાં ૨૬ જાન્યુઆરીની તારીખ ગઈ છે અને મોરબી તેમજ કચ્છવાસીઓ ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ ના એ દિવસની યાદ તાજા થઇ હતી.
આંચકો જોકે અમુક સેકન્ડ પુરતો જ અનુભવાયો હતો પરંતુ લોકોમાં ભય અને ગભરાટ જોવા મળ્યા હતા જે બાબતે મોરબીના ડીઝાસ્ટર વિભાગનો સંપર્ક કરતા રીક્ટર સ્કેલ પર ૪ ની તીવ્રતા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !