નારાયણ સેવા સંસ્થા મોરબી જીલ્લાના પ્રમુખશ્રી ઘનશ્યામસિંહ ઝાલા સેવાના ભેખધારી આને મુઠ્ઠી ઊંચેરા માનવી છે. સેવા એજ એમના જીવનનો મંત્ર છે.
સંસારમાં અનેક લોકો મનુષ્ય તરીકે જન્મે છે. અને અનેક મનુષ્યો મૃત્યુને શરણ થાય છે. સંસારમાં અનેક યુગોથી જીવન મૃત્યુ ની પ્રક્રિયા ચાલી આવે છે. આમ છતાં કરોડોમાં કોઈ એક ઘનશ્યામસિંહ ઝાલા જેવા દિવ્યાત્મા મનુષ્ય જીવનને આત્મસાત કરી, જીવનને અનન્ય ભાવથી સાર્થક કરે છે.
સનાતન ધર્મ અને સંતોનું પણ કથન છે કે સેવા એ જ પરમ ધર્મ છે. આદરણીયશ્રી ઘનશ્યામસિંહ ઝાલાની મૂક બધિર અપંગોને પોતાના આપ્તજનની જેમ મદદરૂપ બનવાની ઉદાર ભાવનાથી તથા જીવન એ કર્તવ્યનો ભાગ છે એવું વિચારે છે. તેમજ ઈશ્વરનો આભાર પણ માને છે કે ક્ષણ ભંગુર જીવનને જીવવા માટે સેવા એ જ ધર્મની સાચી સમજણ આપી.