અસ્પી કન્યા વિદ્યાlલાયમાં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી. સંસ્કાર સર્જન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અસ્પી કન્યા વિદ્યાલય આંતલીયામાં 75 માં ગણતંત્ર દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી.
શાળાના આચાર્ય શ્રીમતી ચિતલબેન પટેલે પધારેલા મહેમાનો ડૉ.કિશોરભાઈ નાયક તુષારભાઈ દેસાઈ ,નરસિંહભાઈ પટેલ, ડૉ.લીલાબેન રામૈયા, જયશ્રીબેન દેસાઈ તેમજ ધ્વજ પ્રમુખ તરીકે સ્થાન શોભાવેલ ડૉ. જયભાઈ વશી શાળના નિવૃત્ત શિક્ષકો તેમજ ગ્રામજનોનો શબ્દ સુમન અને પુષ્પોથી આવકારી અહોભાવ પ્રગટ કર્યો. શાળા ટ્રસ્ટી શ્રી ડૉ. કિશોરભાઈ નાયક એ પોતાની આગવી સેલીમાં ઉત્કૃષ્ટ વક્તવ્ય આપ્યું તેમજ ટ્રષ્ટિ શ્રીમતી જયશ્રીબેન દેસાઈએ ડૉ. જયભાઈ વશીનો પરિચય આપી સૌને આભારી કર્યા .ગૌરવમય ધ્વજવંદન વિધિ બાદ શાળાની વિદ્યાર્થીનીઓએ સુંદર દેશભક્તિ ગીત ની રજૂઆત કરી તેમજ ધોરણ નવ ની વિદ્યાર્થીની આહિર પરીએ રામભક્ત શબરી નું એકપાત્રિય અભિનય કરી સૌને પ્રસન્ન કરી દીધા. ત્યારબાદ અતિથિ વિશેષ તરીકે પધારેલા ડૉ. જયભાઈ વશીએ પ્રભાવક વ્યક્તવ્યથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા .અંતે શાળાના માધ્યમિક વિભાગના શિક્ષકશ્રી બીપીનભાઈ પટેલે સૌનો ઋણ સ્વીકાર કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી વિનોદભાઈ પટેલે કર્યું.