સોમનાથ પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિન પહેલાં સામાજિક વિજ્ઞાન પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.
જેનું ઉદ્દઘાટન કેન્દ્રના સી.આર.સી.કો. ઓર્ડીનેટર શ્રી સચીનભાઈ પટેલના હસ્તે કરાયું હતું. સામાજિક વિજ્ઞાન વિષય શિક્ષક રશમિબહેન પટેલે બાળકોને પ્રોત્સાહિત કરી ૩૪ કૃતિઓ તૈયાર કરાવી હતી.
આ પ્રદર્શન નિહાળવા કેન્દ્રની અન્ય શાળાઓના શિક્ષકો તેમજ આચાર્યશ્રીઓને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. શિક્ષકો, વિદ્યાર્થીઓની ભાગીદારીથી સમગ્ર કાર્યક્રમ સુચારુ રીતે પાર પડ્યો હતો.