સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલ કેસરિયો ખેસ ધારણ કરશે

Unknown
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલ મોટી સંખ્યામાં સમર્થકો આવતીકાલે એટલે કે, બુધવારે કેસરિયો ખેસ ધારણ કરશે.
હિંમતનગર વિધાનસભાના પૂર્વ ઉમેદવાર વિપુલ પટેલ ભાજપમાં જોડાશે. ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં સમર્થકો સાથે વિપુલ પટેલ ભાજપમાં જોડાશે.
          2006થી સાબરડેરીના ડીરેક્ટર પદ પર કાર્યરત
વિપુલ પટેલ પાટીદાર સમાજમાં મજબૂત વર્ચસ્વ ધરાવે છે. સતત 4 ટર્મથી સાબરડેરીમાં ડીરેક્ટર પદ પર ચૂંટણી જીતી રહ્યા છે. 2006થી સાબરડેરીના ડીરેક્ટર પદ પર કાર્યરત છે.
        વિજાપુરના ધારાસભ્યએ રાજીનામું આપી દીધું હતું

નોંધનીય છે કે, તાજેતરમાં જ વિજાપુરના ધારાસભ્ય સી.જે ચાવડાએ રાજીનામું આપી દીધું હતું. સી.જે ચાવડાએ વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીના નિવાસ્થાને પહોંચીને રાજીનામું આપ્યું હતું. ગયા મહિને જ ગુજરાત કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામુ આપ્યું હતું. આ રાજીનામાં બાદ કોંગ્રેસનું સંખ્યા તુટીને 15 થઈ ગયું છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !