મોરબીમાં છરીની અણીએ દુષ્કર્મ આચરનાર ઇરફાન સુમરાની ધરપકડ.

Machhu news morbi

મોરબીમાં છરીની અણીએ દુષ્કર્મ આચરનાર ઇરફાન સુમરાની ધરપકડ.

*ન્યૂઝ એહવાલ મચ્છુ ન્યૂઝ મોરબી અખબાર* 

ત્યકતા યુવતીનું પંચાસર રોડ ઉપરથી અપહરણ કરી તેના મામાની વાડીએ લઈ જઈ લાજ લૂંટી હતી.

મોરબીના પંચાસર રોડ ઉપરથી ત્યકતા યુવતીનું અપહરણ કરી નાના દહીંસરા ગામે વાડીએ લઈ જઈ છરીની અણીએ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાના અતિ ગંભીર બનાવમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અને પાંચ વર્ષ પહેલા છૂટાછેડા લેનાર યુવતી સાથે નાના દહીંસરા ગામનો ઇરફાન અલીભાઈ સુમરા ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચયમાં આવ્યો હતો અને આ પરીચય ગાઢ બનતા બન્ને વચ્ચે વાતચીત અને વિડીયોકોલનો સિલસિલો ચાલ્યો હતો.બીજી તરફ ત્યકતા યુવતીએ સંબંધો કાપી નાખતા રઘવાયા બનેલા ઇરફાન અલીભાઈ સુમરાએ યુવતીને બ્લેક મેઈલ કરવાનું શરૂ કરી ઇન્સ્ટાગ્રામમાં થયેલ વાતચીત અને વીડિયો કોલિંગનું સ્ક્રીન રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી યુવતીનું મોરબીના પંચાસર રોડ ઉપરથી ગઈકાલે અપહરણ કરી નાના દહીંસરા ગામે આરોપી ઇરફાન તેના મામાની વાડીએ લઈ જઈ છરીની અણીએ દુષ્કર્મ ગુજારવાની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે નાના દહીંસરા ગામના રહેવાસી આરોપી ઇરફાન અલીભાઈ સુમરા ઉ.27 વિરુદ્ધ દુષ્કર્મ, અપહરણ, આઇટી એકટ સહિતની ભારેખમ કલમો મુજબ ગુન્હો નોંધી તેની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !