અજય જલારામ માનવ સેવા સંચાલિત હિંદુ અગ્નિ સંસ્કાર ધામ માં સોલર સિસ્ટમનું લોકાર્પણ.

Machhu news morbi
અજય જલારામ માનવ સેવા સંચાલિત હિંદુ અગ્નિ સંસ્કાર ધામ માં સોલર સિસ્ટમનું લોકાર્પણ
  બીલીમોરા સ્થિત જય જલારામ માનવ સેવા સંચાલિત હિંદુ અગ્નિ સંસ્કાર ધામમાં શ્રી સોમનાથ મહાદેવ મંદિર અને તે અંગેની મિલકત ટ્રસ્ટ- બીલીમોરાના સહયોગથી સોલર સિસ્ટમના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પ્રાર્થના, દીપ પ્રાકટ્ય બાદ જય જલારામ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી મગનભાઈ ટી. પટેલે સૌ મહેમાનોને અને સમાજના ઉપસ્થિત શ્રેઠીઓને આવકાર આપ્યો હતો. શ્રી સોમનાથ મહાદેવ ટ્રસ્ટના મંત્રીશ્રીએ દેવચંદભાઈ એ સોલર ઉર્જાનું મહત્વ સમજાવ્યુ. યુવા કથાકાર શ્રી નિલેશબાપુએ સોમનાથ મહાદેવ ટ્રસ્ટ તરફથી સોલર સિસ્ટમ માટે રૂ.4.39 લાખના દાનને બિરદાવ્યું હતું અને શાસ્ત્રોમાં સૂર્યદેવનું મહાત્મ્ય સમજાવ્યું.
આ પ્રસંગે હિંદુ અગ્નિ સંસ્કાર ધામના વિકાસ માટે સોમનાથ મહાદેવ ટ્રસ્ટ તરફથી રૂ. 1.50 લાખ ઉપરાંત પ્રા. બી. એચ. પટેલ, સ્વ. બાબુભાઇ ગાંધીના સ્મનાર્થે શ્રી વિજયભાઈ, શ્રી નિલેશભાઈ પરિઘ,શ્રી કનૈયાલાલ વર્મા, સવિતાબેન ડી. પટેલ અને શ્રીબાલાહનુમાન મંદિર પરિવાર તરફથી દાનની સારાવણી વહી હતી.
આ પ્રસંગે શ્રી સોમનાથ મહાદેવ ટ્રસ્ટના પ્રમુખશ્રી શિવજીભાઈ, ટ્રસ્ટીશ્રી નીતિનભાઈ, શ્રી વિનોદભાઈ, શ્રી વિજયભાઈ ઉપરાંત જય જલારામ માનવ સેવા ટ્રસ્ટના મંત્રીશ્રી દાસભાઈ, ખજાનચીશ્રી કરમશીભાઈ અને વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જય જલારામ માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી પ્રા. દિપેશભાઈ પટેલ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા જય જલારામ માનવ સેવા ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીશ્રીઓ અને કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !