આજરોજ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સ્વેતના પ્રોજેક્ટ જી.એસ.એન.પી પ્લસ ના સહયોગ થી દીવાળી ના શુભ તહેવાર નિમિત્તે એચ.આઇ.વી સાથે જીવતી એ .એન.સી /પી.એન.સી તેમજ પોઝિટિવ બાળકો ને રાશનકિટ સપોર્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ જિલ્લા DTHO ડૉ ધનસુખ સાહેબ ના માર્ગદર્શન નીચે તેમજ સી.ડી.એમ.ઓ ડૉ તપન ગુપ્તા સાહેબના સહકાર દ્વારા કરવામાં આવેલ હતો જેમાં CDMO ગુપ્તા સાહેબ RMO સરડવા સાહેબ કાઉન્સેલર વસંતભાઈ લેબોરેટરી ટેકનીશીયન જસ્મિતાબેન તેમજ યાકુભાઈ હાજર રહેલ હતા તેમજ તેમના દ્વારા એ.આર.ટી દવાનું મહત્વ બ્રેસ્ટ ફીટીંગ તેમજ ફેમિલી પ્લાનિંગ વિશે માહિતી આપેલ હતી. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે શ્વેતના પ્રોગ્રામના ફીલ્ડ કોર્ડીનેટર રાજેશભાઈ લાલવાણી તેમજ પિયુષભાઈ પદમાણીએ મહેનત કરેલ હતી તેમજ કાર્યક્રમમાં કીટ ના દાતાશ્રી સુભાષ ભાઈ લજપતભાઈ મહેશ્વરી તેમજ દાતાશ્રી નટવરભાઈ જીવરાજભાઈ જોબનપુત્રા દ્વારા રાશનકિટ સપોર્ટ કરવામાં આવેલ
આજે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સ્વેતના પ્રોજેક્ટ જી.એસ.એન.પી પ્લસ ના સહયોગ થી દીવાળી ના શુભ તહેવાર નિમિત્તે...
નવેમ્બર 10, 2023
Tags