વાંકાનેરના કેરાળા ગામે ગોલી ઓ કી રાસલીલા બેસતા વર્ષે જ ફાયરિંગ ભરવાડ આઘેડ પર ભરવાડજ ફાયરિંગ કર્યું...

Machhu news morbi
વાંકાનેરના કેરાળા ગામે ગોલી ઓ કી રાસલીલા બેસતા વર્ષે જ ફાયરિંગ ભરવાડ આઘેડ પર ભરવાડજ ફાયરિંગ કર્યું...
કેરાળા મંદિરે દર્શન કરીને પરત આવી રહેલા આધેડ ઉપર બે શખ્સોએ ફાયરિંગ કરી ગુપ્તી વડે હુમલો કર્યો

 વાંકાનેર તાલુકાના કેરાળા ગામે બેસતા વર્ષના દિવસે જ ગોલી ઓ કી રાસલીલા જેવા ઘાટ વચ્ચે મંદિરેથી દર્શન કરી પરત ફરી રહેલાએ આધેડ ઉપર બે શખ્સોએ ગોળીબાર કરી ગુપ્તી વડે હુમલો કરતા સનસનાટી મચી જવા પામી છે, બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ દ્વારા ગુન્હો નોંધવા તજવીજ શરૂ કરી છે.

સરાજાહેર ફાયરિંગની ઘટના અંગે સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કેરાળા ગામે આજે મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા રૈયાભાઈ છગનભાઈ ગોલતર નામના આધેડ ઉપર આજ ગામના ગોપાલભાઈ લાખાભાઈ બાંભવા અને લાખાભાઈ ગોરાભાઈ બાંભવા દ્વારા ગુપ્તી જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ફાયરિંગ કરતા ઇજાગ્રસ્ત રૈયાભાઈ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે, કેરાળા ગામે ફાયરિંગની ઘટનાને વાંકાનેર સીટી પોલીસ મથકના સૂત્રોએ સમર્થન આપ્યું હતું અને કાનૂની કાર્યવાહી કરવા તજવીજ ચાલી રહી હોવાનુ જણાવ્યું હતું.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !