દિવાળીના તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં મોટી વધઘટ થઈ રહી છે. ગત સમગ્ર ઓક્ટોબર મહિનામાં તેલના ભાવ ઘટી રહ્યા હતા. ત્યારે બરાબર દિવાળી પહેલા જ સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. દિવાળી પહેલાં સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. સિંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 15 કિલો તેલના ડબ્બાનો ભાવ 2.740 સે પહોચ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલોના ભાવમાં કમરતોડ વધારા બાદ હવે તેલના ભાવ ઘટી રહ્યાં છે. ખાસ કરીને માર્કેટમાં મગફળીની આવક વધવાનું કારણ પણ સિંગતેલના ભાવ ઘટાડા માટે જવાબદાર છે. પરંતુ એક મહિના સુધી સિંગતેલના ભાવમાં ઘડાટા બાદ ફરી એકવાર ભાવ વધારી દેવાયા છે. આજે સિંગતેલના ભાવમાં વધારો કરાયો છે. સિંગતેલ ખરા દિવાળી ટાંણે જ મોંઘુ બન્યું છે.
ઓક્ટોબર મહિનો ગુજરાતીઓને ફળ્યો છે. ઓક્ટોબર મહિનાથી તેલના ભાવ સતત નીચે જઈ રહ્યાં હતા. આખા ઓક્ટોબર મહિનામાં ચાર વાર તેલના ભાવોમાં ઘટાડો થયો છે. ત્યારે બરાબર મહિનાના અંતમાં જ સિંગતેલના ભાવમાં વધારો કરાયો છે. જો હવે વધુ ભાવ વધશે તો લોકોની દિવાળી બગડી શકે છે.
3 ઓક્ટોબર - 15 રૂપિયાનો ઘટાડો
10 ઓક્ટોબર - 15 રૂપિયાનો ઘટાડો
13 ઓક્ટોબર - 20 રૂપિયાનો ઘટાડો
25 ઓક્ટોબર - સિંગતેલમાં 80 રૂપિયા અને કપાસિયા તેલમાં 20 રૂપિયાનો ઘટાડો
31 ઓક્ટોબર - 20 રૂપિયાનો વધારો.