*આયુર્વેદ શાખા નવસારી દ્વારા બીલીમોરા ખાતે ભવ્ય આયુષ મેળો યોજાયો.*
આજરોજ તા:૩૧/૧૦/૨૦૨૩ "રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ -2023" નિમિતે " આયુર્વેદ ફોર વન હેલ્થ" તથા "હર દિન હર કિસી કે લિયે આયુર્વેદ"
અભ્યાન અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય હેઠળના નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત નવસારી દ્વારા આયોજીત અને પાંચાલ સેવા સમાજ બીલીમોરા,
સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાલિયાવાડી અને બીલીમોરાના સહયોગથી પાંચાલ સમાજની વાડી, ગૌહરબાગ,બીલીમોરા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું.
આ આયુષ મેળામાં આમંત્રણને માન આપી આવેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામં આવી.ભાટલા હાઇસ્કૂલ ના શિક્ષકશ્રી અને વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર પ્રાર્થના કરવામાં આવી.જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય નયનાબેન પટેલ દ્વારા મહેમાનો નું શાબ્દિક સ્વાગત કરી,આયુષ મેળા અને આયુષ શાખા ની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી.
ઉપસ્થિત મહાનુભાવોનું ઔષધિય રોપા આપી સ્વાગત કરવામાં આવ્યું. આયુષ મેળામાં માન.જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ સાહેબ દ્વારા એકતા દિવસની શુભકામનાઓ આપી સાંપ્રત સમયમાં યોગ અને આયુર્વેદના મહત્વ અને તેના ઉપયોગ વિશે માહિતી આપી. આયુર્વેદના ચરક અને સુશ્રુત ઋષિઓ દ્વારા જે ચિકિત્સા દર્શાવવામાં આવી છે તેમનો લોકો મહત્તમ લાભ લે તેવી અપીલ કરી. કોરોના ના સમયમાં આયુર્વેદિક સ્વસ્થ વર્ધક ઉકાળા અને તેના ફાયદા વિશે લોકોને માહિતી આપી. ઔષધીય વનસ્પતિ અને પ્રાકૃતિક ખેતીનો મહત્તમ વિકાસ થાય તેવા પ્રયાસો કરવા માટે જણાવ્યું. માજી કેબિનેટ મંત્રી શ્રી કરશનભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે રોગોને જડમૂળથી દૂર કરવા આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ ખૂબ જ અસરકારક તેમજ આયુષ નો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય અને લોકો તેનો વધુમાં વધુ લાભ લે તે માટે પ્રયાસો કરવા જણાવ્યું. બીલી મારો શહેર ભાજપ પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ દ્વારા આયુર્વેદ પ્રાચીન પદ્ધતિ છે અને તેનો સમાજમાં મહત્તમ પ્રચાર પ્રસાર થાય તે માટે લોકોને અપીલ કરી તેમજ વિશ્વ યોગ દિવસ અને યોગનું મહત્વ સમજાવ્યું.બીલીમોરા ખાતે નવા આયુર્વેદિક દવાખાનાનું કામ વહેલી તકે શરૂ થશે તેમ જણાવ્યું વૈદ્ય શૈલેન્દ્ર નાકરાણી દ્વારા આભારવિધિ કરી આયુષ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો.આ આયુષ મેળામાં આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત નવસારીના ચેરમેન શ્રીમતી સુમિત્રાબેન ગરાસીયા, જિલ્લા પંચાયત સભ્યશ્રી પરીમલભાઈ પટેલ,જિલ્લા પંચાયત સભ્ય શ્રી મહેશભાઈ પટેલ,પ્રમુખશ્રી તાલુકા પંચાયત ગણદેવી શ્રી પ્રશાંતભાઈ શાહ, જિલ્લા મહામંત્રી મહિલા મોરચા નવસારી સુમિત્રાબેન પટેલ, મહિલા મોરચા મહામંત્રી રીટાબેન ઇટવાલા,અધ્યક્ષ શ્રી કારોબારી સમિતિ ગણદેવી વિનોદભાઈ મિસ્ત્રી, પ્રમુખશ્રી પંચાલ સેવા સમાજ જતીનભાઈ મિસ્ત્રી, માજી પ્રમુખ બીલીમોરા નગરપાલિકા વિપુલાબેન મિસ્ત્રી, માજી નગરપાલિકા સભ્યશ્રી સુમિત્રાબેન દુસાણે, બીલીમોરા શહેર મહિલા મોરચા પ્રમુખ ઉર્વશીબેન પાટીલ, મહિલા મોરચા ઉપપ્રમુખ જયાબેન મિસ્ત્રી, વૈદ્ય પંચકર્મ શ્રી સરકારી આયુર્વેદ હોસ્પિટલ બીલીમોરા વૈદ્ય મેઘનાબેન પટેલ ગણદેવી ઘટક ૧,ના CDPO શ્રીમતી ભગવતીબેન પટેલ, ગણદેવી ઘટક ૨ ના CDPO શ્રીમતી વર્ષાબેન હળપતિ, RMD આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ વાઘલધરાના ડોક્ટર પ્રાજક્તાબેન હિંગોલે અને ડોક્ટર વિભૂતિબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત મહેમાનો દ્વારા દરેક સ્ટોલની મુલાકાત લેવામાં આવી.આયુષ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથિક પદ્ધતિ દ્વારા તમામ રોગોનું નિદાન- સારવાર કેમ્પ, પંચકર્મ ,અગ્નિકર્મ ચિકિત્સા તેમજ દિનચર્યા, ઋતુચર્યા, યોગ નિદર્શન તેમજ જરૂરી યોગ માર્ગદર્શન, પ્રકૃતિ પરિક્ષણ, જીરિયાટ્રીક ઓપીડી, રોગોથી બચવા માટે આયુર્વેદના હર્બલ ટી નું વિતરણ કરવામાં આવ્યું.તમામ દર્દીઓને આયુર્વેદ હોમિયોપેથિક દવા વિતરણ કરવામાં આવ્યું. આંગણવાડી વિભાગ ગણદેવી દ્વારા વિવિધ આરોગ્ય માટે પોષણ યોગ્ય વાનગીઓ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું.આ આયુષ મેળામા આયુષ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ના યોગ ઈન્સ્ટ્રકટર દ્વારા ખૂબ જ સુંદર યોગ પ્રદર્શન કરવામા આવ્યુ. આ મેળામાં તેમજ ઔષધીય વનસ્પતિ નું પ્રદશન કરવામાં આવ્યું. આ આયુષ મેળાનો જાહેર જનતા એ બહોળા પ્રમાણમાં લાભ લીધો .
બીલીમોરા માં કરસન ભાઇ પટેલ. વિનોદ ભાઈ પટેલ. વિજય ભાઈ પટેલ તેમજ. ઉર્વશી પટેલ. હજાર રહ્યાં હતા અને. કાયરકમ રૂપ રેખા એપી હતે