માળીયા મીયાણા તાલુકાના નાના દહીસરા ગામે મહાકાળી માતાજી મંદિર ખાતે ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા.

Machhu news morbi
તાજેતરમા માળીયા મીયાણા તાલુકાના નાના દહીસરા ગામે મહાકાળી માતાજી મંદિર ખાતે ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરમાં રહેલ દાન પેટી તેમજ માતાજીને ચડાવેલ સોના ચાંદીના આભૂષણો ચોરી કરી નાસી ગયા હતા.સમગ્ર બનાવ સીસીટીવી માં કેદ થઈ ગયો છે.

બનાવ અંગે મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના નાના દહીસરા ગામે મહાકાળી માતાજી ના મંદીરે ગત રાત્રે તહેવારના દિવસે તસ્કર ખાબકી મંદીરની દાન પેટી તોડી રોકડ રકમ તેમજ બે સોનાની નાકની નથણી અને બે ચાંદીના મુગટ ચોરી કરી ગયા હતા. બનાવ અંગે માળીયા પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરી છે.આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં બે ઈસમો તાળા તોડી ને ચોરી કરતા કેદ થઈ ગયા છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !