ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરાયા શ્રીમતી કૃણાલબેન ઠાકર
મહેસાણા જીલ્લાનાં વિજાપુર તાલુકાનાં પિલવાઇ ગામની શેઠ જી. સી. હાઈસ્કુલનાં આચાર્યા શ્રીમતી કૃણાલબેન ઠાકરને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તારીખ ૦૫-૦૯-૨૦૨૩નાં રોજ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક થી સન્માનિત કરવામાં આવ્યા છે. શ્રીમતી કૃણાલબેન ઠાકર ૨૫ વર્ષથી વધુ સમયથીશિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓએ તેમના શિક્ષણ દ્વારા અનેક વિદ્યાર્થીઓના જીવનને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યેનો રસ જગાવવામાં અને તેમને સમાજમાં સર્જનાત્મક નાગરિક બનવા માટે પ્રેરણા આપવામાં માહેર છે. તારીખ ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ની જન્મજયંતી નિમિત્તે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક - ૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગુજરાત રાજ્યના કુલ ૩૪ શિક્ષકો પૈકી ઉત્તર ઝોન, મહેસાણા જિલ્લાનાં વિજાપુર તાલુકામાં શેઠ જી. સી. હાઈસ્કૂલ, પ્રાથમિક વિભાગ પિલવાઈ ખાતે છેલ્લાં ૨૧ વર્ષથી ફરજ બજાવતાં આચાર્યા શ્રીમતી કૃણાલબેન સુરેશચંદ્ર ઠાકરને માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનાં વરદ હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા સન્માનપત્ર, પ્રશસ્તિપત્ર અને પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યનાં શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર, ગુજરાત રાજ્ય કક્ષાનાં મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, શિક્ષણ સચિવશ્રી વિનોદ રાવ સાહેબ સહિતના અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતી કૃણાલબેન ઠાકરને તેમના ઉત્કૃષ્ટ શિક્ષણ કાર્ય માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ પારિતોષિક એ એક ખૂબ જ મહત્વપૂર્ણ સન્માન છે. તેઓ આ પારિતોષિકને તેમના વિદ્યાર્થીઓ, તેમના પરિવાર અને તેમના મિત્રોને સમર્પિત કરે છે.
અમદાવાદ બ્યુરો ચીફ અફજલખાન પઠાણ