*દોશી કોલેજ નું ગૌરવ*
*ક્રોસ કન્ટ્રી (૧૦ કિલો મીટર) માં દોશી કોલેજનો વિદ્યાર્થી નેશનલ લેવલે રમવા જશે.*
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી રેસનું આયોજન કરવામાં આવેલ જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના 63 વિદ્યાર્થી ભાઈઓએ ભાગ લીધો હતો. જેમાં શ્રી દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વાંકાનેરના વિદ્યાર્થી યાદવ મિલનકુમાર રાજુસિંઘનો ઉત્કર્ષ દેખાવ રહેતા તેમની પસંદગી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્રોસ કન્ટ્રી ટીમમાં કરવામાં આવી છે
જેવો ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ક્રોસ કન્ટ્રી સ્પર્ધામાં નેશનલ લેવલે ભાગ લેવા જશે. યાદવ મિલનકુમાર રાજુસિંઘ અને રમત ગમતના અધ્યાપક કેપ્ટન ડૉ. વાય.એ.ચાવડાને આ સફળતા માટે શ્રી દોશી કૉલેજ વાંકાનેરના ટ્રસ્ટીઓ, આચાર્ય અને દોશી કૉલેજ પરિવારે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઇન્ટર કૉલેજ સ્પર્ધા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. મુકામે તા.૧૦/૯/૨૩ ને રવિવારનાં રોજ રાખવામાં આવી હતી. જેમાં ડૉ.વાય. એ. ચાવડા સાહેબ અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. એસ.આર. લાવડીયા સાહેબના માર્ગદર્શન હેઠળ વાંકાનેરની શ્રી દોશી કૉલેજની ભાઈઓ ની ટીમ ચેમ્પિયન અને બહેનોની ટીમ રનર્સ અપ બની.તેમજ શ્રી દોશી કૉલેજ ના ૪ (ચાર)ભાઈઓ અને ૧ (એક) બહેન આમ કુલ ૫ (પાંચ) વિદ્યાર્થીઓ નેશનલ લેવલ પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટનું પ્રતિનિધિત્વ કરશે. જેમના નામ નીચે મુજબ છે
ભાઈઑમા
2)યાદવ મિલનકુમાર રાજુભાઈ જેવોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યોગ સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ.
3)ગોસ્વામી મેહુલવન અમરવન જેવોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યોગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ 4)આંદોદરિયા ધ્રુવ પ્રવીણભાઈ (નેશનલની ટીમમાં પસંદગી)
બહેનોમાં
1) ધુલેટીયા કિરણ કિશોરભાઈ (નેશનલની ટીમમાં પસંદગી)
આ વાંકાનેર અને શ્રી દોશી કૉલેજ માટે ખુબ જ ગૌરવસમી ઘટના છે.
બધા જ ખેલાડીઓને અને રમત ગમતના અધ્યાપક કેપ્ટન ડૉ. વાય.એ.ચાવડાને આ સફળતા માટે શ્રી દોશી કૉલેજ વાંકાનેરના ટ્રસ્ટીઓ, આચાર્ય અને દોશી કૉલેજ પરિવારે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.
ચેમ્પિયન થયેલા વિદ્યાર્થી ભાઈઓ
1.સરવૈયા આનંદ કનૈયાભાઈ (જોધપર)
2. યાદવ મિલનકુમાર રાજુભાઈ (વાંકાનેર)
3. ગોસ્વામી મેહુલ વન અમરવન (નવા વઘાસિયા)
4.આંદોદરિયા ધ્રુવ પ્રવીણભાઈ (તીથવા)
5.ધરોડિયા આશિષ જયેશભાઈ (વાંકાનેર)
6. સાપરા કૌશિક ગોપાલભાઈ (વાંકાનેર)
રનર્સ-અપ થયેલા વિદ્યાર્થી બહેનો
1. ધુલેટીયા કિરણ કિશોરભાઈ (ગારીયા)
2. વોરા રશ્મી જીવણભાઈ (રાતી દેવળી)
3. ખખ્ખર મહેક અજયભાઈ (વાંકાનેર)
4. પરમાર કોમલ ગોરધનભાઈ (તીથવા)
5. સારલા વિશાખા ભુપતભાઈ (ધમલપર)
6. ગાબુ કિંજલ દેવરાજભાઈ (લુણસરિયા)