૪ ઓક્ટોબરથી દેવ સોલ્ટ ખાતે પદયાત્રિકો માટે સેવા કેમ્પનો પ્રારંભ
માળિયા (મિ.) માતાના મઢે આશાપુરા માતાના દર્શને જતા પદયાત્રિકો માટે આગામી તારીખ 4 ઓક્ટોબરથી દેવ સોલ્ટ ખાતે સેવા કેમ્પની શરૂઆત થશે.
માળિયાના હરિપર ખાતે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ કંપની ખાતે પદયાત્રિકો માટે 4 ઓક્ટોબરથી સેવા કેમ્પ શરૂ થશે. જેમાં પદયાત્રિકોને 24 કલાક ચા-પાણી, નાસ્તો અને જમવાની સુવિધા પુરી પાડવામાં આવશે.