વાંકાનેરના રાતદેવડી ગામે ત્રણ દિવસથી લાપતા યુવાનનો મૃતદેહ મળ્યો.

Machhu news morbi

વાંકાનેરના રાતદેવડી ગામે ત્રણ દિવસથી લાપતા યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબી જીલ્લાના તાજેતરમા વાંકાનેર તાલુકાના રાતી દેવડી ગામે ત્રણ દિવસ પહેલા ઘેરથી કહ્યા વગર ચાલ્યા ગયેલા યુવાનનો આજે 70 ફૂટ ઊંડા કુવામાંથી મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતી દેવડી ગામે રહેતા અભયભાઈ પ્રેમજીભાઈ વોરા નામનો યુવાન ત્રણ દિવસ પહેલા ઘેરથી કહ્યા વગર ચાલ્યો જતા પરિવારજનો દ્વારા પોલીસ મથકે લેખિત અરજી કરી ગુમસુધા નોંધ કરાવવામાં આવી હતી. દરમિયાન આજે મોરબી ફાયર બ્રિગેડને રાતીદેવડી ગામે 70 ફૂટ ઊંડા કૂવામાં યુવાનની લાશ હોવાનો કોલ આવતા ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમતથી મૃતદેહ બહાર કાઢ્યો હતો અને મૃતક યુવાન અભયભાઈ વોરા હોવાનું બહાર આવ્યું હતું.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !