જામનગરમાં યોજાનારી રાજ્યકક્ષાની અંડર 17 હેન્ડબોલ સ્પર્ધા મોકૂફ રાખવામાં આવી

Machhu news morbi
*જામનગરમાં યોજાનારી રાજ્યકક્ષાની અંડર 17 હેન્ડબોલ સ્પર્ધા મોકૂફ રાખવામાં આવી* 

*જામનગર તા.29 સપ્ટેમ્બર,* રાજ્ય સરકારશ્રીના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત શાળાકીય (SGFI) રાજ્યકક્ષાની હેન્ડબોલ અંડર 17 વયજુથમાં સમાવિષ્ટ ભાઇઓ અને બહેનો માટેની હેન્ડબોલ સ્પર્ધાનું આગામી સપ્તાહમાં આયોજન કરાયું હતું. જે સ્પર્ધા હાલમાં અનિવાર્ય કારણોસર મોકુફ રાખવામાં આવી છે. 

ઉક્ત સ્પર્ધાની નવી તારીખ સુનિશ્ચિત કરાયા બાદ ફરીથી જાણ કરવામાં આવશે. જેની જિલ્લાના તમામ ખેલાડીઓ, ટીમ મેનેજરશ્રીઓ અને સ્પોર્ટ્સ એસોશિયેશનના પ્રમુખશ્રીઓને ખાસ નોંધ લેવા માટે જિલ્લા રમત ગમત અધિકારીશ્રી બી.જે.રાવલીયા,જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !