વાંકાનેર હાઇવે ચોકડી પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત, બે યુવાનો ગંભીર ઈજાગ્રસ્ત.

Unknown
વાંકાનેર શહેર નજીક હાઇવે ચોકડી પાસે આજે સાંજના સમયે ફરી એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં નેશનલ હાઈવે ચોકડી પાસે પેટ્રોલ પંપ સામે એક ડબલ સવારી બાઇક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતના બનાવમાં બે યુવાનોને ગંભીર ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક હાઇવે ચોકડી પાસે પેટ્રોલ પંપ સામે બે યુવાનો ડબલ સવારી બાઇક નં. GJ 36 A 9467 માં જઈ રહ્યા હોય ત્યારે તેમના બાઈકને પાછળથી આવતા એક ટ્રક નંબર GJ 10 W 5970ના ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ડબલ સવારી બાઇક સવાર યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.


Our website uses cookies to enhance your experience. Learn More
Accept !