વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક કારખાનામાં મજૂરી કામ કરતા યુવનને તેની જ માથાભારે પત્નીએ મધ્યરાત્રીએ માથામાં કુહાડો મારી દેતા સારવાર માટે રાજકોટ ખસેડાયો છે, આ મામલે રાજકોટ પોલીસે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી છે,
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવામાં આવેલી શિવ ઇન્ડસ્ટ્રીઝ પાસે રહી કારખાનામાં મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના અર્જુન સુમસીંગ ડામોર ઉ.18 નામના યુવનને રાત્રીના ત્રણેક વાગ્યે તેનીજ પત્ત્નિ કાળીએ માથામાં કુહાડો મારી દેતાં ગંભીર ઇજા થતાં મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે,
બનાવ અંગે રાજકોટ હોસ્પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જુણાચે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી, અર્જુન બે ભાઇ અને ત્રણ બહેનમાં ચોથો છે. તેના ચાર મહિના પહેલા જ કાળી સાથે લગ્ન થયા છે, પત્નિ કાળીએ જણાવ્યું હતું કે રાતે પતિ અર્જુને સામાન્ય બોલાચાલીમાં ગુસ્સો કરી ઢીકો મારતાં અને કુહાડો ઉગામતાં મને ક્રોધ ચડતાં કુહાડો ખેંચી લઇ તેના માથામાં મારી દીધો હતો, આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે બનાવનું સાચુ કારણ જાણવા તપાસ હાથ ધરી છે,