મોરબીના રવાપર રોડ ઉપર સુભાષનગરમાં બહાર પાર્ક કરેલી કાર વિચીત્ર તસ્કરોએ નિશાન બનાવી
મોરબીમાં ચોરીના અવનવા બનાવ વચ્ચે ગત મધ્યરાત્રીના વિચીત્ર તસ્કરો રવાપર રોડ ઉપર સુભાષનગર નજીક રોડ ઉપર પાર્ક કરેલી કારના ચારે ચાર ટાયરની ચોરી કરી નીચે પથ્થરો ભરાવી જતા ચકચાર જાગી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોસ ઉપર સુભાષનગરમા રહેતા મયુરભાઈ રમેશભાઈ કાનાણીએ ઘર પાસે પાર્ક કરેલી આઈ ટવેન્ટી કારમાંથી ગતરાત્રીના 1 થી 3 વાગ્યાના અરસામાં અજાણ્યા તસ્કરો ચારે ચાર ટાયર કાઢી જઈ ટાયરની જગ્યાએ પથ્થર ભરાવી નાસી ગયા હતા. નોંધનીય છે કે મયુરભાઈ રાત્રીના 1 વાગ્યા સુધી જાગતા હતા અને જ્યારે સવારે 3 વાગ્યે ફેક્ટરીએ જવા નીકળ્યા ત્યારે કારમાંથી ચારેય ટાયર ગાયબ થઈ જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.