મોરબી માં સામાકાંઠે ઓફિસમાં બેસી જુગાર રમતા ચાર પત્તાપ્રેમી પકડાયા હતાં.

Machhu news morbi
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કોમ્પ્લેક્ષના પ્રથમ માળે ઓફિસમાં બેસી જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લઈને પોલીસે ૫૨ હજારની રોકડ રકમ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સામાકાંઠે મહેન્દ્રનગર સમર્પણ હોસ્પિટલ સામે આવેલ કોમ્પ્લેક્ષમાં પ્રથમ માળે આવેલ ઓફિસમાં મુકેશ જેરામ રાંકજા બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જેમાં ઓફિસમાં જુગાર રમતા આરોપી મુકેશ જેરામ રાંકજા રહે મોરબી સામાકાંઠે સરસ્વતી સોસાયટી, રમેશભાઈ મોહનભાઈ માલકીયા રહે ગારીયા તા. વાંકાનેર, હસમુખભાઈ બાબુભાઈ ઘૂમલીયા રહે મોરબી પંચાસર રોડ ઋષભપાર્ક સોસાયટી અને હર્ષદભાઈ ગોરધનભાઈ થડોદા રહે મોરબી મહેન્દ્રનગર એમ ચારને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૫૨,૦૦૦ જપ્ત કરી છે

તો રેડ દરમિયાન આરોપી મહેશભાઈ પટેલ રહે મોરબી પંચાસર રોડ વાળો નાસી ગયો હોય જેની વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
જે કામગીરીમાં એલસીબી પીઆઈ ડી એમ ઢોલ, પીએસઆઈ કે જે ચૌહાણ, એન એચ ચુડાસમા, એ ડી જાડેજા, રામભાઈ મંઢ, ભરતસિંહ ડાભી, ભગીરથસિંહ ઝાલા, વિક્રમભાઈ રાઠોડ તેમજ એલસીબી, પેરોલ ફર્લો સ્કવોડ અને ટેકનીકલ ટીમ જોડાયેલ હતી
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !