મોરબી જિલ્લા પંચાયતમાં કર્મચારીઓને ફરજ પર હાજર રાખવા ડીડીઓનો નવતર પ્રયોગ, વીડિયો કોલ દરમિયાન કર્મચારીઓ ગાયબ દેખાશે તો તેની સામે કડક કાર્યવાહી થશે.
મોરબી જિલ્લા પંચાયતમાં ગુટલીબાજ કર્મચારીઓ ઉપર વોચ રાખવા ડીડીઓએ નવતર પ્રયોગ કર્યો છે અને કર્મચારીઓ તેમજ અધિકારીઓને ડીડીઓએ ફરજ પર હાજર રાખવા માટે વીડિયો કોલ રિસીવ કરવાની કડક સૂચના આપી છે. આ વીડિયો કોલ દરમિયાન કોઈ કર્મચારીઓ વીડિયો કોલ રિસીવ નહિ કરે તો તેણે ગુટલી મારી હોવાનું સમજીને તેની સામે કડક કાર્યવાહી કરાશે તેવું ડીડીઓએ પરિપત્રમાં જણાવ્યું છે.