માળીયા ના ખીરસરા ગામના ઝાંપા પાસે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

Machhu news morbi
માળીયાના ખીરસરા ગામના ઝાંપા પાસે વિદેશી દારૂનો જથ્થો ઝડપીને એક ઈસમની માળીયા પોલીસે ધરપકડ કરી છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે પોલીસ તપાસમાં અન્ય આરોપીનું નામ ખૂલતાં તેને કાયદાના સકંજામાં લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી એ સમયે આરોપી જીતેશ પ્રભુભાઈ ધંધુકિયા મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી વિદેશી દારૂની રૂપિયા ૧૫૦૦ની કિંમતની ૩ બોટલો મળી આવી હતી. આ ઉપરાંત આરોપીએ પોલીસ તપાસમાં કબૂલ્યું હતું કે તેની સાથે કરણ ભરતભાઈ કુંભારવાડીયા પણ સામેલ છે.
જેથી પોલીસે રૂપિયા ૧૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી જીતેશ અને કરણ વિરુદ્ધ પ્રોહી એક્ટ કલમ પ્રોહિ. કલમ-૬૫ એ.એ, ૮૧ મુજબ ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !