અમારી આ ચેનલમાં તમે નાની-મોટી જાહેરાતો પણ આપી શકો છો અને અમારા દ્વારા તમે તમારા વ્યવસાયને લોકો સુધી પહોંચાડી શકો છો. આપ પણ બની શકો છો અમારી ચેનલમાં પત્રકાર તમારી આસપાસ થતી ઘટના કે દુર્ઘટના ને વાચા આપવા માટે કરો અમારો સંપર્ક = 9913623970 મચ્છુ ન્યૂઝ મોરબી અખબાર ન્યૂઝમાં અમે બનસુ આપનો અવાજ
જ્યારે સમગ્ર ગુજરાત ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યું છે. પરંતુ ચક્રવાત મોચાના કારણે ચોમાસાના પરિબળો પ્રભાવિત થયા છે.
વિભુ પટેલ, અમદાવાદઃ 19 મેના દિવસે અંદામાન-નિકોબારના અમુક ભાગમાં ચોમાસુ બેસી ગયા બાદ મંદ પડી ગયું હતું. પરંતુ હવે ચોમાસું આગળ વધી રહ્યું છે. દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી, દક્ષિણપૂર્વ બંગાળની ખાડી, અંદમાન, નિકોબાર અંદમાન સમુદ્રના કેટલાક વધુ ભાગોમાં ચોમાસુ બેસી ગયું છે અને આગળ વધવા માટે સ્થિતિ સાનુકુળ છે.
ચોમાસાના આગમનના એંધાણ પ્રબળ બન્યા છે ત્યારે 19 મેએ નિકોબાર ટાપુ પર ચોમાસાએ એન્ટ્રી મારી હતી. 12 દિવસ સુધી સ્થિર રહ્યા બાદ હવે ચોમાસાએ ફરી ગતિ પકડી છે. આજે એટલે 30 મેના નિકોબાર ટાપુ પરથી ચોમાસું આગળ વધ્યું અને અંદમાન ટાપુ પર પહોંચ્યું છે.
ચોમાસાનો એક છેડો અંદમાન ટાપુને પાર કરીને બાંગ્લાદેશ-મ્યાનમાર સરહદ પર પહોંચી ગયો છે. તો બીજો છેડો શ્રીલંકાના દક્ષિણ ભાગ સુધી પહોંચ્યો છે.
દક્ષિણ ભારતમાં તમિલનાડુ સહિતના રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે. આ પ્રિ-મોનસૂન એક્ટિવિટી ચોમાસાને આગળ વધવા માટે ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે. કેરળમાં ચોમાસુ બેસી ગયા બાદ ગુજરાત તરફ આગળ વધે છે. પરંતુ ગુજરાતમાં તો પ્રિ-મોન્સૂનનો વરસાદ વરસી રહ્યો છે અને આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.