ગુજરાતમાં વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી તારીખ ૧૨ થી ૧૪ જૂન સુધીમાં વાવાઝોડાની શક્યતા.

Machhu news morbi
અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા ગુજરાતની ઉપર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. એવું રહેવામાં આવી રહ્યું છે કે ૭ જૂને લક્ષદ્વીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે, જે બાદ ૧૨ થી ૧૪ જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડાની શક્યતા છે. ૧૩ જૂને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. તો દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
આગામી તા.૧૨ થી ૧૪ જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. ૭ જૂને લક્ષદ્રીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા છે. ૧૩ જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતનાં દરિયા કિનારાની નજીક હોઈ શકે છે. ૧૩ જૂને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. ૧૩ થી ૧૪ જૂન સુધી ગુજરાતનાં દરિયાકિનારે વાવાઝોડાનો ખતરો રહેલો છે. જો વાવાઝોડું છેલ્લે ફંટાઈ જાય તો પાકિસ્તાનનાં કરાંચી તરફ જઈ શકે છે. ૧૨,૧૩ અને ૧૪ જૂને સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. તેમજ દરિયા કિનારે ૫૦ થી ૧૦૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વાવાઝોડાની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ૭ થી ૧૧ જૂન દરમિયાન ભારે વાવાઝોડુ આવી શકે છે. તો ગુજરાતમાં ૧૫ જૂન સુધી ભારે વરસાદની આગાહી છે. તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં ૧૨ ઈંચથી વધુ વરસાદની શક્યતાઓ છે. તો દક્ષિણ ગુજરાતમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ અને મધ્ય-ઉત્તર ગુજરાતમાં ૪ ઈંચથી વધુ વરસાદની સંભવાનાઓ છે. ગુજરાતમાં ૧૫ જૂન સુધી સાર્વત્રિક વરસાદની આગાહી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !