વાંકાનેર,શહેર નજીક શિવ શક્તિ શોરૂમ સામે હાઇવે પર ડમ્પર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર પલ્ટી ખાઇ ગયું, રોડ પર ડામરની રેલમછેલ.

Unknown

વાંકાનેર શહેર નજીક હાઇવે પર શિવ શક્તિ શોરૂમ  સામે આજે સવારે 11 વાગ્યાની આસપાસ અહીંથી પસાર થતાં એક ડમ્પર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર ડિવાઈડર સાથે અથડાઇ પલ્ટી ખાઇ ગયું હતું, જેમાં સદનશીબે ડ્રાઇવરને કોઈ મોટી ઈજાઓ પહોંચી નહોતી, પરંતુ ડમ્પર ડામર ભરેલ હોય જેથી રોડ પર ડામરની રેલમછેલ થઇ ગઇ હતી.
હાલ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ડમ્પર વાંકાનેર બાઉન્ડ્રી તરફથી ડામર ભરી અને જડેશ્વર-લજાઈ રોડના ચાલતા કામ તરફ જતું હોય જેમાં વાંકાનેર શહેર નજીક ડમ્પરને અકસ્માત નડ્યો હતો. આ સાથે જ સર્વિસ રોડ પર ડમ્પર પલ્ટી મારી જતા ચંદ્રપુર સર્વિસ રોડ પર વાહનોની અવરજવર બંધ થઇ ગઇ હતી, જેમાં હાલ આ ડમ્પરને ક્રેઈનની મદદથી દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અકસ્માતના બનાવમાં સદનસીબે  જાનહાનિ ટળી હતી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !