મોરબીમાં સંભવિત મહાપાલિકામાં ભળવા માટે ધુનડા, વીરપર, અને રાજપર, ગામનો ઇનકાર

Unknown

મૉરબીમાં: સંભવિત મહાપાલિકામાં ભળવા ધુનડા, વીરપર અને રાજપર ગામનો ઇનકાર
મોરબી:પાલિકાને મહાપાલિકા બનાવવા માટેની વિચારણા ચાલી રહી છે અને તેના માટે સરપંચો સાથે થોડા સમય પહેલા અધિકારી અને પદાધિકારીની મિટિંગ પણ મળી હતી ત્યારે સરપંચોએ ગ્રામસભાનો ઠરાવ કરીને જે નિર્ણય હશે તેની જાણ કરશે તેવું કહ્યું હતું ત્યારે મોરબી નજીકના ધુનડા (સ.) , ટંકારના વીરપર અને મોરબીના રાજપર ગામ દ્વારા મહાનગરપાલિકામાં ભેળવવા તથા મવડામાં આવવાનો સામૂહિક વિરોધ નોંધાવ્યો છે.

અત્રે ઉલેખનીય છે કે, જુદાજુદા ગામોમાં ગ્રામસભા મળી હતી. જેમાં ગ્રામજનોએ ગામને મહાનગરપાલિકામાં ભેળવવા તથા મવડામાં ભેળવવા અંગે શું નિર્ણય કરવો તેનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો અને ત્યારે ગામના લોકોએ મહાપાલિકામાં જવાનો વિરોધ નોંધાવ્યો હતો અને જે અંગેના ઠરાવની જાણ અધિકારી અને પદાધિકારીએ બંને ને કરી દેવામાં આવેલ છે.


Our website uses cookies to enhance your experience. Learn More
Accept !