તા.૪/૫/૨૦૨૩ ગુરૂવાર ના રોજ વાંકાનેર શહેર ભાજપ ટીમ દ્વારા વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં ચાર્જ સંભાળતા નવનિયુંકત પી.આઇ.શ્રી પી.ડી.સોલંકી સાહેબની મુલાકાત લઈ સાલ ઓઢાડી ફૂલહાર કરી શુભેચ્છા પાઠવવા આવી હતી. આ તકે પ્રદેશ કારોબારી વ્યાપારી સેલ સભ્ય શૈલેષભાઈ ઠક્કર,મોરબી જિલ્લા સંગઠન મંત્રી રસિકભાઈ વોરા, હળવદ તાલુકા પ્રભારી ભરતભાઈ ઠાકરાણી, શહેર મહામંત્રી કે.ડી.ઝાલા, ઉપપ્રમુખ અમિતભાઈ શાહ, મંત્રી શૈલેષભાઈ મહેતા, કિસાન મોરચા પ્રમુખ ક્રિપાલસિંહ બી. ઝાલા, અનુ.જાતી મોરચા પ્રમુખ મુકેશભાઈ સોલંકી, મહામંત્રી અરૂણભાઇ મહાલીયા, ભાજપ અગ્રણી સુરેશભાઈ પ્રજાપતિ તેમજ ગજેન્દ્રસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. અને વાંકાનેર શહેર માં કાયદો અને વ્યવસ્થા જળવાય અને શાંતિમય વાતાવરણ બની રહે તેવી બાહેધરી સાહેબ શ્રી દ્વારા આપવામાં આવી હતી. આ તકે શહેર ભાજપ સંગઠન દ્વારા સાહેબ શ્રી નો આભાર પણ માનવામાં આવ્યો હતૉ.
વાંકાનેર શહેર ભાજપ ટીમ દ્વારા વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં ચાર્જ સંભાળતા નવનિયુંકત પી.આઇ.શ્રી પી.ડી.સોલંકી...
મે 05, 2023
Tags