રાજકોટમાં મહાનગરપાલિકાએ દબાણ હટાવ કામગીરી અંતર્ગત ફળ ફ્રૂટના લારીવાળા સાથે રકજક થી માણસોના ટોળા વડીયા!!!

Machhu news morbi
રાજકોટમાં મહાનગરપાલિકાએ દબાણ હટાવ કામગીરી અંતર્ગત ફળ ફ્રૂટના લારીવાળા સાથે  રકજક થી માણસોના  ટોળા વડીયા!!!

"સૌરાષ્ટ્રનું  પાટનગર ગણાતા રંગીલા રાજકોટ શહેરમાં તંત્ર પાસે આયોજનનો અભાવ કે તંત્રની નિષ્ક્રિયતા જેવો ઘાટ ઘડાયો"

રાજકોટ: રાજકોટ જિલ્લા પંથકમાં એક નહીં અનેક સમસ્યાઓથી લોકો પરેશાન છે ત્યારે મોંઘવારી મંદીના માહોલમાં સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં ભરોસા ની ભાજપ સરકારના શાસનકાળના મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ જુબેસ કામગીરી એકાએક શરૂ કરતા રાજકોટના મજુર વર્ગ ના લારી ગલ્લાવાળામાં માંડ માંડ પોતાનું પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ફળ ફ્રૂટ કે અન્ય જીવન જરૂરિયાત ખાધ સામગ્રી વેચાણ કરી ગુજરાત ચલાવે છે તેવા મધ્યમ કરી વર્ગના લોકોને લોકશાહીમાં તંત્રની તાનાશાહી રાજકોટ જેવા મેગાસિટી માં જોવા મળ્યું હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે જે અંગેની જાણવા મળતી વિગતે એવી છે કે રાજકોટની સિવિલ હોસ્પિટલની આસપાસ ભર બજારમાં ફળ ફ્રુટ વેચાણ કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા લારી ગલ્લા વાળાને તંત્ર દ્વારા ત્યાંથી લારી દૂર કરવા માટે ભારે રકજક થઈ હતી ત્યારે બુદ્ધિજીવીઓમાં પ્રશ્ન એક નહીં અનેક ઉઠવા પામ્યા છે તંત્ર એ આવા ફેરીયા મજૂર વર્ગના લોકોને વિક્લપીક જગ્યા ફાળવી જોઈએ જેથી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી ખરા અર્થે આત્મા નિર્ભર મધ્યમ ગરીબ વર્ગના લોકો બની શકે ભરોસાની ભાજપ સરકારના શાસનકાળમાં ખરા અર્થે સૌનો સાથ સોનો વિકાસ થવો જોઈએ જે આજના ડિજિટલ ગુજરાતની પ્રજા લક્ષી કામગીરી અંતર્ગત સ્થાનિક પ્રજાના પ્રતિનિધિઓએ પ્રજા ચિંતક કાર્ય અંતર્ગત આયોજન ઘડી કાઢવું જોઈએ તેવી લોકમાં ઉઠવા પામી છે
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !