રાજકોટમાં એક ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનની દાદાગીરી સામે આવી હતી. રાજકોટના ઢેબર રોડ પર..

Machhu news morbi
 રાજકોટ માં ટ્રાફિક જવાન ની દાદાગીરી વાડ પડી પકડી ને એક વ્યક્તિ નેં માર મારીયૉ પૉલીસ દમણ...
રાજકોટમાં એક ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનની દાદાગીરી સામે આવી હતી. રાજકોટના ઢેબર રોડ પર રાજકમલ ફાટક પાસેના વિસ્તારમાં એક બાઈક ચાલકને ટ્રાફિક પોલીસ ઢોરમાર મારતા અને ટીઆરબી જવાન પાસે હાથમાં પથ્થર રાખી મારવાની તૈયારી કરતો હોવાનો વિડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં એક ટ્રાફિક પોલીસ વર્દીમાં એક બાઈક ચાલકને ઢોરમાર મારતો નજરે પડે છે અને આ અજાણ્યા યુવકને માર મારવાથી યુવકની બે આંગળીઓ ભાંગી ગઈ હોવાનું ભોગ બનનાર યુવક જણાવી રહ્યો છે તો આસપાસ આ ઢોરમાર મારતા ટ્રાફિક પોલીસનો વિડિયો શૂટ કરવા માટે લોકો એકઠા થયા હતા. આ વીડિયો અંગે અમારા સામના મિરરના સંવાદદાતાએ ટ્રાફિક પોલીસ ACP ગઢવી અહેબ નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, જે કંઈ ઘટના બની હોય તેની યોગ્ય તપાસ કરી કસુરવાનો સામે યોગ્ય પગલા લઈશું.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !