માળીયાના નવાગામની સીમમાં દેશી દારૂની બે ભઠ્ઠી ઝડપાઇ.

Machhu news morbi
માળીયા મિયાણા પોલીસે તાલુકાના નવાગામથી મેઘપર ગામ જવાના રસ્તે નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલુ હોવાની બાતમીને આધારે દરોડો પાડી અલગ અલગ બે કાર્યવાહીમાં દારૂ બનાવવાની બે ભઠ્ઠી ઝડપી લીધી હતી જો કે, બન્ને દરોડામાં આરોપી હાજર મળી આવ્યા ન હતા.

માળીયા પોલીસે કરેલ કાર્યવાહીમાં પ્રથમ દરોડામાં નવાગામથી મેઘપર ગામ જવાના રસ્તે નદીના કાંઠેથી રફીક ઇશાભાઈ નોતીયારની દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડી ઠંડો, ગરમ આથો, દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો મળી 2100 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી નાસી ગયેલ આરોપી રફીક વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
જ્યારે બીજા દરોડામાં પણ નવાગામથી મેઘપર ગામ જવાના રસ્તે નદીના કાંઠે બાવળની કાટમા દરોડો પાડી સમીર ઉર્ફે પમુ સફીમામદભાઈ કટિયાની દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ ઠંડો, ગરમ આથો, દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહિત 700નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી હાજર નહિ મળી આવતા પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !