વાંકાનેર તાલુકાના: લુણસર ગામે પેટીપલંગમા થી વિદેશી દારૂ ઝડપાયો

Unknown
વાંકાનેર તાલુના લુણસર ગામે તાલુકા પોલીસે ચોક્કસ બાતમીને આધારે રહેણાક મકાનમાં દરોડા પાડ્યા હતા. જ્યાં (પેટી-પલંગમા) થી વિદેશી દારૂના જથ્થા મળી આવ્યો આરોપીની પોલીસે શોધખોળ શરુ કરી છે.
બનાવની મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકા પોલીસે ચોક્કસ બાતમીને આધારે આરોપી મહેશ રમેશભાઇ વાઘેલાના લુણસર ગામે રહેણાક મકાનમાં દરોડા પાડ્યા હતા. જ્યાં મહેશ ઘર પર હજાર ન હતો અને તેના મકાનની તલાશી લેતા પેટી,પલંગ અને શેટીની અંદર બેગમાં રૂપિયા ૧૨,૩૭૫ ની કિમતની વિદેશી દારૂની ૩૩ નંગ બોટલ મળી આવી હતી. જેને પગલે તમામ મુદામાલ જપ્ત કરીને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !