મોરબી જિલ્લાના શિક્ષકોનો દશ વર્ષ જૂનો જી.પી.એફ.નો પ્રશ્ન ઉકેલતા પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા

Machhu news morbi
મોરબી જિલ્લાના શિક્ષકોનો દશ વર્ષ જૂનો જીપીએફનો પ્રશ્ન પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાના પ્રયત્નોથી ઉકેલાયો છે નવરચિત મોરબી જિલ્લો વર્ષ ૨૦૧૩ માં થયો ત્યારથી આજ દિન સુધી શિક્ષકોના જી.પી.એફ. એકાઉન્ટ મોરબી,માળીયા, વાંકાનેર અને ટંકારા તાલુકાના મૂળ રાજકોટ જિલ્લામાં હળવદના સુરેન્દ્રનગર જિલ્લામાં અને આમરણ પંથકના ગામોના જામનગર જિલ્લામાં ચાલતા હોય પાર્ટ ફાયનલ કે ફાયનલ ઉપાડ કરવામાં તેમજ જી.પી.એફ. કપાત કરવામાં ઘણી બધી વહીવટી મુશ્કેલીઓ પડતી હતી, શિક્ષકોને ઘણું બધું નાણાંકીય નુકશાન થતું હતું.
બ્રિજેશભાઈ મેરજાએ પંચાયત મંત્રી તરીકેના પોતાના કાર્યકાળમાં અનેક વિકટ પ્રશ્નો જેવા કે નવી પંચાયત બનાવવવી, રેવન્યુ રકબાના પ્રશ્નો, તમામ તાલુકાઓમાં તાલુકા વિકાસ અધિકારીઓની નિમણુંક કરવી, તલાટી કમ મંત્રીઓના ફૂલ પગારના કરવાની સાથે સાથે છેલ્લા દસ વર્ષથી નવ રચિત મોરબી જિલ્લાના શિક્ષકોના જીપીએફ એકાઉન્ટ મોરબી જિલ્લામાં જ ઓપન કરવાની વર્ષો જૂની પેચીદો પ્રશ્ન હલ કરવાની કાર્યવાહી પંચાયત વિભાગ, જિલ્લા તાલુકાની શિક્ષણ શાખાના અધિકારી કર્મચારીઓની મદદથી નવ રચિત મોરબી જિલ્લાના જી.પી.એફ.એકાઉન્ટ મોરબીમાં ઓપન કરવાની કામગીરી બ્રિજેશભાઈ મેરજાના કાર્યકાળમાં હાથ ધરવામાં આવેલ અને મોરબીમાં જ જીપીએફ એકાઉન્ટ ઓપન થઈ ગયેલ હતું.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !